<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

જામકંડોરણામાં વધુ ૧ ઇંચઃ ફોફળ ડેમમાં વધુ દોઢ ફુટ પાણીની આવક

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૭: પંથકમાં ગઇકાલે બપોરબાદ વરસાદી માહોલ જામ્‍યો હતો. જામકંડોરણામાં ૨૨ મી.મી. વરસાદ પડયો હતો. જ્‍યારે જામકંડોરણાના ગ્રામ્‍ય વિસ્‍તાર સાતોદડ, રાજપરા, વાવડી,વિમલનગર, થોરડી, રામપર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્‍યો હતો. ફોફળ નદીના ઉપરવાસમાં સારા વરસાદના કારણે જામકંડોરણાની ફોફળ નદીમાં પુર આવ્‍યુ હતું. જેના કારણે ફોફળ ડેમમાં વધુ દોઢ ફુટ પાણીની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ ૧૯.૭૦ ફુટે પહોંચી છે.

(10:26 AM IST)