તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
તાજીયામાં હુલ લેતી વખતે ઇરફાન અને ઇમામશાને છરી લાગી ગઇ
ધારીના સુખપુર અને માળીયા મિંયાણામાં બનાવ : છાતીમાં ઇજા થતાં બંનેને રાજકોટ ખસેડાવાયા

રાજકોટ તા. ૧૭: માતમના પર્વ મહોર્રમમાં ગત રાતે તાજીયાના ઝુલુસ નીકળ્યા બાદ આજે બપોર બાદ ફરીથી તાજીયા ફરશે. રાત્રે તાજીયામાં હુલ લેતી વખતે બે યુવાનને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
ધારીના સુખપુર ગામે રહેતો ઇરફાન આમીનભાઇ ફુલસેકા (ઉ.વ.૨૨) ગામમાં તાજીયામાં રમતો હતો ત્યારે છાતીમાં છરી લાગી જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. બીજા બનાવમાં માળીયા મિયાણામાં ફાટક પાસે રહેતો ઇમામશા ભીખુશા શાહમદાર (ઉ.વ.૨૨) નામનો રિક્ષાચાલક યુવાન સાંજે ઝુબેદા મસ્જીદ પાસે શાંતિનગરમાં તાજીયામાં હુલ લેતો હતો ત્યારે છાતીમાં છરી લાગી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ ધારી અને માળીયા પોલીસને જાણ કરી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
