<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

કલ્યાણપુર તાલુકાના ચુર ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળાને સાપે ડંખ મારતા મોત

એક સપ્તાહમાં સાપ કરડવાના ૧૨ થી વધુ કેસ નોંધાતા લોકોમાં ચિંતા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૭ : દેવભૂમિદ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર ગામે એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીને ઝેરી સાપ કરડતા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે

         પર પ્રાંતીય શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકી

પ્રિયંકા ખેલસિંગ નામની દોઢ વર્ષની બાળકીને ખેતરમાં ઝેરી સાપે ડંખ મારતાં બાળકીનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે.

     બાળકીના મૃતદેહને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડાયો છે.ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 12 થી વધુ સાપ કરડવાના કેસ નોંધાયા છે.

(11:52 AM IST)