<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

લોધીકાના રાતૈયા-મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં ધોધમાર ૫ ઇંચ ખાબક્‍યો

નીચાણવાળા વિસ્‍તારો, દુકાનો, મકાનોમાં પાણી ઘુસી ગયા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૭ : કાલે સાંજે પાંચ વાગ્‍યા થી સાંજના ૮ વાગ્‍યા સુધી માં લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસાની સિઝનનો પ્રથમ સારો વરસાદ પડેલ છે. જેમાં રાતૈયા ગામમા ૫ ઇંચ, મેટોડા જીઆઇડીસી ૫.૨૫ મીમી, લોધીકા ૨ ઇંચ, વાગુદડ, દેવગામ, વાજડી વડ, મેટોડા, ખીરસરા, રણમલજી ગામ સહિતના વિસ્‍તારમાં ૩ થી ૪ ઇચ વરસાદ પડ્‍યાનુ લોકો પાસેથી જાણવા મળી રહેલ છે તેમજ મેટોડા જીઆઇડીસીના નીચાણ વાળા વિસ્‍તારના કોમ્‍પલેક્ષની દુકાનોમાં પાણી ઘુસી જતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડેલ તેમજ સારો વરસાદ પડતાં મેટોડા ખીરસરા રણમલજીની આજુબાજુ રોડ નજીકના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા તાલુકા ના વિસ્‍તારમાં મૌસમનો પહેલો વરસાદ સર્વત્ર પડતા ખેડૂતો તેમજ લોકો માં ખુશી જોવા મળી રહેલ છે.

(11:59 AM IST)