News of Wednesday, 17th July 2024
જુનાગઢ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલઃ બપોર પછી ફરી જમાવટની શકયતા
૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૫૩ ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ ૨૫૬ ઇંચ થયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩ ઇંચ વરસાદ બાદ આજે પણ સવારથી જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હોય બપોર પછી ફરી મેઘરાજાની જમાવટની શકયતા છે.
મંગળવાર સવારથી આજે સવાર સુધીમાં ૨૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ ૨૩ ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો આંક વધીને ૨૫૬ ઇંચ ઉપર પહોંચી ગયો છે. આ વર્ષે વરસાદમાં પાછળ રહેલા દરિયાઈ વિસ્તાર માંગરોળ તાલુકામાં ગઈકાલે પાંચ ઇંચ વરસાદ થતાં અત્યાર સુધીનો વરસાદ ૧૬ ઇંચ થયો છે. માંગરોળની સાથે સાથે માણાવદર અને માળીયાહાટીના તાલુકામાં પણ પાંચ ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. જ્યારે મેંદરડા તાલુકામાં બે ઇંચ, જુનાગઢ, ભેસાણ વિસ્તારમાં દોઢ ઇંચ, વંથલી તથા કેશોદમાં એક ઇંચ વરસાદ થયો હતો. પરંતુ વિસાવદર તાલુકો કોરો રહ્યો હતો.
આજે પણ સતત બીજા દિવસે સવારથી વરસાદી માહોલ છે. પરંતુ સવારના પ્રારંભિક બે કલાકમાં નોંધપાત્ર વરસાદના સમાચાર નથી. પરંતુ વાતાવરણમાં બફારો અને ઉકળાટ થઈ રહ્યો હોવાથી આજે પણ બપોર બાદ મેઘરાજા પધરામણી કરે તેવી શકયતા નકારી શકાતી નથી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
