<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પોરબંદર ખારવા સમાજના નવા કોટવાલની વરણી

પોરબંદરઃ  (દરીયાઇ નૂતન વર્ષ) ની પરંપરાગત રીતે ખારવા સમાજ દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી સમસ્‍ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઇ જીવાભાઇ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભીખુભાઇ જુંગી સમાજના પંચપટેલ/ ટ્રસ્‍ટીશ્રીઓ માજીવાણોટ શ્રી પ્રેમજીભાઇ ખુદાઇ પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ માછીમાર પિલાણા એસોસીએશન ના પ્રમુખ ભાસ્‍કરભાઇ પાંજરી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ તેમજ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા દરીયાદેવ ને ખાંડ દુધ અર્પણ કરી પુજા કરવામાં આવેલ અને આવનારૂ દરિયાઇ નવું વર્ષ સુખ સમસ્‍ત ખારવા સમાજ માટે સુખઃસમૃદ્વી સ્‍વસ્‍થ જીવન અર્પે એવી પ્રાર્થના દરીયાદેવ ને કરી નમસ્‍કાર કરવામાં આવેલ આજ ના દિવસે ખારવા સમાજની પરંપરા પ્રમાણે નવા મુકાદમ (કોટવાલ)ની પણ વરણી કરવામાં આવી હતી તે તસ્‍વીર (તસ્‍વીરઃ પરેશ પારેખ પોરબંદર)

(1:31 PM IST)