News of Thursday, 18th July 2024
હળવદના રાયધ્રા ગામે ૧૯૦ ચપલા, ૭ બોટલ ઝડપાઇ
વાડીના શેઢે છુપાવી રાખેલોઃ આરોપી ફરાર

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૧૮: તાલુકાના રાયધ્રા ગામની સીમમાં વાડી ધરાવતા આરોપી સહદેવ ભારતભાઈ નંદેસરિયા નામના શખ્સે પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા વાડીના શેઢે છુપાવી રાખેલ વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ચપલા નંગ ૧૯૦ કિંમત રૂપિયા ૧૯૦૦૦ તેમજ ગ્રીન લેબલ દારૂની ૭ બોટલ કિંમત રૂપિયા ૨૪૫૦ સહિત કુલ ૨૧,૪૫૦નો મુદ્દામાલ પકડાઈ ગયો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી સહદેવ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી કાર્યવાહી કરી હતી.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
