તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 18th July 2024
પોરબંદરમાં ‘પૂ. ભાઇશ્રી'ના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ : એવોર્ડ અર્પણ સમારોહ
શિક્ષકો અને સંસ્થાને પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે એવોર્ડ અર્પણ કરાશે : ધાર્મિક કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮ : પૂ. ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સમાજ ઉત્થાન માટે કથાના માધ્યમ દ્વારા શિક્ષણ, લોકશિક્ષણ તથા સામાજિક શિક્ષણનું કાર્ય દેશ-વિદેશમાં થઇ રહ્યું છે. સાંદીપનિ ગુરૂ ગૌરવ એવોર્ડ સમારોહને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નામ પાછળ પૂજ્ય ભાઈશ્રીની મહેચ્છા એવી રહી છે કે શિક્ષણ સાથે ઓતપ્રોત બનીને વિદ્યાયજ્ઞમાં આહુતિ આપનાર શિક્ષક સમુદાય સાંદીપનિમાં એકત્રિત થાય, તેમની સમક્ષ શિક્ષણ જગતના તજજ્ઞો આત્મચિંતન કરે અને ગુરૂપૂર્ણિમાના પાવન પર સાંદીપનિ વિદ્યાનિકેતનમાંથી ગુરૂનું ગૌરવ પ્રાપ્ત કરી શિક્ષક ભાઈ-બહેનો પોતપોતાના ક્ષેત્રમાં સંલગ્ન બને.
પ્રારંભમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી પોરબંદર જીલ્લાના શિક્ષક ભાઈ-બહેનોનું ‘ગુરૂ ગૌરવ એવોર્ડ' અંતર્ગત પૂજ્ય ભાઈશ્રીના કરકમળોથી ભાવપૂજન કરવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી શિક્ષકોની પસંદગી કરીને ભાવપૂજન કરવામાં આવતું હતું અને એ ઉપરાંત વિશેષતઃ શિક્ષણના ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરનારા ત્રણ મહાનુભાવોનું વિશિષ્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવતું હતું. ત્યારપછી વર્ષ ૨૦૧૯ થી દર ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જીલ્લામાંથી ૩૩થી વધુ શિક્ષકોનું તથા ત્રણ વિશેષ મહાનુભાવોનું લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, ઉત્તમવિદ્યા મંદિર એવોર્ડ તથા શ્રેષ્ઠ ગુરૂ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવી રહ્યું છે.
આ જ ઉપક્રમમાં આ ૨૦૨૪ના વર્ષમાં ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ત્રણ વિશેષ મહાનુભાવોનું ત્રણ વિશેષ એવોર્ડથી ભાવપૂજન કરવાનું છે તેમાં લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી ડો.રક્ષાબેન દવે-ભાવનગર, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડ અને શ્રેષ્ઠ ગુરૂ ગૌરવ એવોર્ડથી શ્રી ઉમાકાન્તભાઈ રાજયગુરૂ, તળાજાનું તેમજ ગુજરાતના તમામ જીલ્લાના ૩૮ જેટલા શિક્ષકોનું પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષે આ સમગ્ર ઉપ્રકમ તા. ૧૯-૦૭-૨૦૨૪ અને ૨૦-૦૭ラ૨૦૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગળહમાં યોજાશે.
લાઈફ ટાઇમ અચીવમેંટ એવોર્ડી - ડો.રક્ષાબહેન દવે- ભાવનગર
દ્વિભાષી મુંબઈ રાજની પાટનગર એવી મુંબઈ નગરીમાં આઝાદીના પરોઢે આજથી ૬ દશક પહેલાં ૮ વર્ષની એક નાની બાળકી કવિતા લખીને તેના પિતાને બતાવી રહી છે. પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે કવિતા જેવુ માધ્યમ કરવાની સૂઝ કદાચ આ વિદુષી જન્મજાત લઈને આવી હશે. ૧૫ વર્ષની ઉંમરે જીએ પહેલી વાર પ્રવચન આપ્યું ત્યારે તેનું ગુંજ બીજા અનેક દશક સુધી ગુંજવાની હશે તેની નોંધ કદાચ માં સરસ્વતી સિવાય ભાગ્યેજ કોઈએ લીધી હશે. એક કેવો યોગાનુયોગ કહેવાય કે તેમની જન્મ તારીખ ૨૧ ફેબ્રુઆરી એ વિશ્વ ભાષા દિવસ પણ છે!
આ બાળકી આજે ગુજરાતી ભાષાનું ભાષારત્ન એટલે ડો. રક્ષાબેન દવે. ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે તેઓએ માસ્ટર કર્યું. અને જ્યારે આ દેશમાં નવી શિક્ષણ નીતિ આવી ત્યારે ૧૯૮૬માં વિદ્યા-વાચસ્પતિની ઉપાધિ મેળવીને વૈધિક શિક્ષણનું ઉચ્ચત્તમ શિખર આરોહિત કર્યું. વળી આ શિખર પર પહોંચીને અન્ય વિદ્યા મીમાંશુઓને ત્યાં પહોંચાડવા માર્ગદર્શક પણ બન્યાં છે.
શ્રેષ્ઠ ગુરૂ ગૌરવ એવોર્ડ - શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરૂ - તળાજા
ઉમાકાંતભાઈ રાજ્યગુરૂ : એક વ્યક્તિની વિદ્યાપીઠ!
‘ઉમાકાંતભાઈ, શું કરો છો?' કોઈએ ફોન કર્યો.
‘ગુજરાતી અને સંસ્કળત શીખવું છું'
‘પણ તમે તો નિવળત થઈ ગયા છો ને?'
‘હા, પણ તે નિકરીમાંથી! શિક્ષક થોડો માટી જાઉ?'
આ છે ઉમાકાંતભાઈ.
કયારેક એમ થાય કે હું એકલો છું તો શું કરી શકું? આવ્યા સમયે ઉમાકાંત ભાઈને યાદ કરવા પડે. છેલ્લાં આઠ દાયકાથી એક માણસ સતત મથ્યા કરે, ભાષાને બાળકો કેમ સારી રીતે સમજી શકે, શીખી શકે તે માટે અથાક પ્રયત્ન કર્યા કરે તેવું વ્યક્તિત્વ એટલે ઉમાકાંતભાઈ.
કયાંક પાણીની કથરોટમાં હાથ બોળીને છંટકાવ કરીએ ને જેમ પાણીના બિંદુઓ છૂટાં છવાયા વેરાય જાય અને જે ભાત પડે એવો ઘોઘા તાલુકો ઉમાકાંતભાઈનું જન્મ સ્થળ. ‘પરીક્ષા' ની ખોટી જોડણીના કારણેજેણે એક શિક્ષકની બદલી મોડી કરેલીએવા ભાષાના આગ્રહી સર પ્રભાશંકર પટ્ટણીના ગમે જન્મેલા ઉમાકાંતભાઈમાં પણ ભાષાનો વારસો ઠાંસી ઠાંસીને ભરેલો.
ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ, તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડ
બરડા ડુંગરની ધરતીના કોઈક પૂણ્ય હશે કે ત્યાં અનેક વિરલાઓ પકયાં છે. અને આવ્યા વિરલાઓએ ધરતીનું ઋણ ફેડવાં માટે જુદાં જુદાં યજ્ઞ કરેલાં છે. એ પછી માનવ સેવા યજ્ઞ હોય કે, અન્નદાન યજ્ઞ હોય. આવો જ એક યજ્ઞ આજથી બરાબર ૨૧ વર્ષ પહેલાં ૨૧ વર્ષના નવજુવાને બાપીકી ૧૮ વીઘા જમીન વેંચીને શરૂ કરેલો. ‘તપોવન વિશ્વ વિદ્યાલય' એ આ પુરુષાર્થનું પરિણામ છે. કહે છે કે સપનાંને સાકર કરવા માટે યોગ્ય સમયે જાગવું પડે છે. ભીમશીભાઈ આવા પારકી છઠ્ઠીના જાગતલ. દેશના છેવાડેથી દેશહિત માટે યોગ્ય શિક્ષણ માટે વિચારવું તે સહેલું નથી હોતું. પણ આજે ૨૧ વર્ષનો એ વડલો ઘણાને છાંયડી આપે છે.
પુરુષાર્થ સંકૂલ એટલે ૧૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓના તપની ભૂમિ. અહીં સવારે પાંચ વાગે કાર્યનો દિવસ ઊગે છે. યોગ એટલે જોડાવું. અહીં દિવસભારના કામોને ‘યોગ' શબ્દ વડે ઙ્કયોજ્યા છે. યોગ, ધ્યાન, શુદ્ધિયોગ, ઙ્કશિક્ષણ યોગ, આહાર યોગ, વિહાર યોગ, વિશ્રામ યોગ અને નિંદ્રા યોગ! સંસ્થાના તમામ કામો યોગ છે. જોડાણ છે, જીવન અને મનનું, જીવન અને તનનું, અંતે બાળકને જીવનયોગી બનાવીને તૈયાર કરવાની નેમ જો રાખી છે.
આજે ૨૧ વર્ષના વાહણા વાયા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક આખી પેઢી તૈયાર થઈ છે. જે સંસ્થાની મૂડી છે. એવો એકપણ દિવસ ન હોય કે જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી ન આવ્યાં હોય. કારણ આ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી ભૂતપૂર્વ થતું જ નથી, બધાં અભૂતપૂર્વ હોય છે! અહીંથી ઇસરોના સાયન્ટિસ્ટ તૈયાર થયાં છે, શિક્ષકો તૈયાર થયાં છે, ફૌજી તૈયાર થયાં છે ને ખેડૂતો પણ તૈયાર થયાં છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
