<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરેન્‍દ્રનગરમાં કાર્બોસેલની ખાણમાં ભેખડ પડતા ૩ મજુરના મોત

છેલ્લા ૪ દિવસમાં ખાણ દુર્ઘટનામાં ૭ મજુરોનો ભોગ લેવાતા અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮: સુરેન્‍દ્રનગરમાં કાર્બોસેલની ખાણમાં ભેખડ પડતા ૩ મજુરના મોતથી અરેરાટી વ્‍યાપી ગઇ છે. છેલ્લા ૪ દિવસમાં ખાણ દુર્ઘટનામાં ૭ મજુરોનો ભોગ લેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્‍દ્રનગર જીલ્લાના  થાન તાલુકાના જામવાળીમાં આવેલ કાર્બોસેલની ખાણમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્‍યારે ૩૦૦ ફૂટ ઉંડે ભેખડ ઘસી પડી હતી. જેમાં ભેખડ નીચે દબાઇ જવાથી ૩ મજુરોના મોત નીપજયા હતા. પોલીસે અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્‍થળે દોડી જઇને વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પહેલા પણ ખાણ દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં ૪ મજુરોના મોત નીપજયા હતા. ત્‍યારે પણ તંત્ર સામે આક્રો ઠાલવામાં આવ્‍યો હતો. થોડા દિવસો બાદ ફરી દુર્ઘટના સર્જાતા તંત્ર સામે રોષ ફેલાયો છે.

(1:42 PM IST)