<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

કાલાવડના મકાજી મેઘપર ગામે બે યુવાનો તણાયા એક યુવકને બચાવી લીધો : એકનું મોત

રાજકોટથી યુવાનો અગરબત્તી વેચવા ગયા હતા કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૨૪ કલાક બાદ મળતદેહને બહાર કાઢયો..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૮: કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે અગરબત્તી વેચવા માટે બે વ્‍યક્‍તિઓ બાઈક સાથે પુલ ઉપરથી પાણીમાં તણાઈ જતા એકને ફાયરના જવાને બચાવી લીધો હતો જ્‍યારે બીજાને મળતદેહ મળી આવ્‍યો હતો ધોરાજી અને રાજકોટના રહેતા હરપાલસિંગ ચતુરસિંગ જાટ ઉંમર વર્ષ ૨૭ અને તેમના મિત્ર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અગરબત્તી વેચવા વેચાણ કરતા હોય મંગળવારે સાંજે એકાએક શરૂ થયેલા વરસાદે સાંજે ૭:૩૦ વાગ્‍યે મકાજી મેઘપર ગામ પાસેના પુલ ઉપરથી બાઈક લઈને પસાર થતા હતા ત્‍યારે પાણીનો પ્રવાહ વધુ આવતા બંન્‍ને યુવાનો બાઇક સાથે પાણીમાં તણાઈ ગયા હતા અને તેમની બૂમોથી ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમ એક યુવાનને બચાવી લીધું હતું જ્‍યારે હરપાલસિંહ નો ગઈ કાલે સાંજે છ વાગ્‍યે આસપાસ મળતદેહ મળી આવતા બહાર કાઢી અને પોલીસને સોપાયો હતો તેમની સાથે રહેલ અન્‍ય યુવાને પરીવારને જાણ કરી

(1:44 PM IST)