News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રભરમાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ : વંથલીમા - ૭ , સુત્રાપાડા પાટણ-વેરાવળમા -૬ , કેશોદ ૪ , કાલાવડમા પોણા ૪ , ખાંભા- કલ્યાણપુર- માંગરોળ- માળીયાહાટીના- જુનાગઢ માણાવદરમાં ત્રણ ઇંચ : બગસરામાં અઢી, તાલાળા-વિસાવદર- ઉનામા ૨ ઇંચ વરસ્યો : કચ્છમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ : સુરેન્દ્રનગર કોરુ
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસતો વરસાદ : વાવણી બાદ માગ્યા મેધ વરસતા પાકને ફાયદો

રાજકોટ તા.૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘારી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે કોઈ જગ્યાએ હળવો તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પડે છે આજે બપોર બાદ મેઘાવી માહોલ છવાઈ જતા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે આજે ઝાપટા થી માંડીને સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લો કોરો રહ્યો છે.
વંથલીમા - ૭ , સુત્રાપાડા પાટણ-વેરાવળમા -૬ , કેશોદ ૪ , કાલાવડમા પોણા ૪ , ખાંભા- કલ્યાણપુર- માંગરોળ- માળીયાહાટીના- જુનાગઢ માણાવદરમાં ત્રણ ઇંચ : બગસરામાં અઢી, તાલાળા-વિસાવદર- ઉનામા ૨ ઇંચ વરસ્યો : કચ્છમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત દ્વારકા, ભાણવડ, ધ્રોલ, લાલપુર, જામજોધપુર, ટંકારા, મોરબી, વાંકાનેર, હળવદ, મેંદરડા ભેસાણ વડીયા લીલીયા ધારી સાવરકુંડલા જાફરાબાદ રાજુલા રાણપુર ગઢડા ઉમરાળા મહુવા કોટડા સાંગાણી ઉપલેટા જેતપુર જામકંડોરણા પડધરી રાજકોટ લોધીકા ગોંડલ ધોરાજી કચ્છના અબડાસા નખત્રાણા ભુજ મુન્દ્રા માંડવી લખપતમાં ઝાપટાથી માંડીને પોણા ૨ ઇંચ વરસાદ વરસ થયો છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
