News of Monday, 22nd July 2024
ઉપલેટાના લાઠ અને ગ્રામ્ય વિસ્તારોમાં દે ધનાધન ૧૧ ઇંચ ધોરાજીના છાડવાવાદરમાં ૪ થી પ ઇંચઃ જળબંબાકારની સ્થિતિ
ગ્રામીણ વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણીઃ ડેમ, ચેક ડેમ, નદી-નાળા છલકાયા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. રર :.. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને ઉપલેટાના લાઠ સહિતના ગામોમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ ખાબકર્યો છે.
ઉપલેટા શહેરમાં સવારના ૭-૦૦ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ શહેરમાં પાંચ ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ પડ્યાના સમાચાર છે.
ઉપલેટા તાલુકામાં આજે વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ૯-૦૦ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે આજુબાજુના ગામડા સમઢીયાળા તલગણા મજેઠી લાઠ ભીમોરા માં પણ ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળે છે આ વિસ્તારમાં વરસાદ પડતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો છે એસટી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી-
ધોરાજીમાં ફરી વરસાદી માહોલ એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો.
છેલ્લા ચારથી પાંચ દિવસથી મેઘરાજાએ ધોરાજી પંથકમાં ભારે વરસાદ ચાલુ રાખ્યો છે ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે અમી છાટણા કર્યા બાદ ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે
એક કલાકમાં ધોરાજી શહેરમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે જ્યારે તાલુકામાં ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ગયો છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
