<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મીઠાપુરના મોજપ દરિયા કાંઠેથી કરોડોના ચરસના પેકેટ પ્રકરણમાં તપાસનો ધમધમાટ

દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની આગેવાનીમાં આરોપીઓની શોધખોળ

(કોૈશલ સવજાણી દ્વારા) ખ઼ભાળીયા તા.૨૨: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ શ્રી નિતેશ પાંડેય , પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાનાઓ તથા ના.પો.અધિ શ્રી દ્વારકા ડીવીઝન સાગર રાઠોડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરીયાઇ સુરક્ષા સુદઢ કરવા તેમજ દરીયાઇ માર્ગે ગેરકાયદેસર હેરાફેરી તથા લેન્‍ડીંગ પર અંકુશ લાવવા નીયમીત પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્‍સ થવા સારૂ સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

દેવભુમી દ્રારકા જીલ્લા દરીયાકીનારે થી અગાઉ બીનવારસુ ચરસ મળી આવેલ હોય જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ગંભીરતાથી લઇ દેવભુમી દ્વારકા એસ.ઓ.જી. સ્‍થાનીક પોલીસ એસ.આર.ડી.તથા જી આર.ડી સભ્‍યોને સાથે રાખી દરીયાકીનારા વિસ્‍તારના મળી આવેલ ચરસ બાબતે દરીયાકીનારા વિસ્‍તારમાં સ્‍ટેસ્‍ટીક પોઇન્‍ટ નકકી કરી સ્‍ટેસ્‍ટીક પોઇન્‍ટ પર પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હતી.જે અનુસંધાને મીઠાપુર પોલીસ સ્‍ટાફ તથા એસ.આર.ડી સભ્‍યોની ટીમો મીઠાપુર પોસ્‍ટે વિસ્‍તારના મોજપ ગામ દરીયાકીનારા વિસ્‍તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્‍યાન મોજપ ગામના દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસના પેકટ નંગ ૨૧ (એકવીસ) જેમાં ૨૩,૬૮૦ કીલો ચરસ રૂા.અગીયાર કરોડ ચોરયાસી લાખનુ બીનવારસુ હાલતમાં મળી આવેલ તેમજ ગુન્‍હાની તપાસ દરમ્‍યાન અગાઉ પણ દ્વારકા પોલીસ સ્‍ટેશનના વરવાળા દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ ના પેકટ નંગ ૩૦ વજન ૩૨.૦૫૩ કીલો કીમત રૂપીયા ૧૬,૦૨,૬૫૦૦૦/- (સોળ કરોડ બે લાખ પાંસઠ હજાર) તથા મીઠાપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર ના મોજપ ગામ દરીયા કીનારેથી માદક પદાર્થ ચરસનુ ૧ (એક) પેકટ જેનુ વજન ૮૭૩ ગ્રામ કી રૂ ૪૩,૬૦,૦૦૦/- નુ તેમજ મોજપ ગામ તથા શીવરાજપુર ગામના દરીયા કીનારેથી માદક પદાર્થ ચરસ ના ૨૦ (વીસ) પેકટ જેનુ વજન ૨૨ ૭૫૦ ગ્રામ કી રૂ ૧૧,૦૩,૭૫૦૦૦/- (અગીયાર કરોડ ત્રણ લાખ પંચોતેર હજાર) નો મુદામાલ બીનવારસુ હાલતમાં મળી આવેલ તેમજ દ્વારકા પોલીસ સ્‍ટેશન વીસ્‍તાર ના ચંદ્રભાગા , વાચ્‍છુ તેમજ ગોરીજા દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ ના ૬૪ (ચોસઠ) પેકટ જેનુ વજન ૬૮.૭૨૭ કીલો કી રૂ ૩૪,૩૬,૩૫૦૦૦/- (ચોત્રીસ કરોડ છત્રીસ લાખ પોત્રીસ હજાર) શોધી કાઢેલ. તપાસ દરમ્‍યાન દેવભુમી દ્રારકા દરીયાકીનારા વિસ્‍તારમાથી માદક પદાર્થ ચરસ ના કુલ પેકેટ ૧૩૬ જેનુ વજન ૧૪૭ ૪૦૮ કીલો જેની કુલ કીમત ૭૩,૭૦,૩૫,૦૦૦ / (તોતેર કરોડ સીતેર લાખ પાત્રીસ હજાર) નુ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.(

(2:05 PM IST)