<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કલ્‍યાણપુરમાં ૧૧ થી ૧૫ ઇંચ વરસાદ ખાબકતા ૮ વ્‍યકિતઓ અને એક પરિવાર પાણીમાં ફસાયાઃ હેલીકોપ્‍ટરની મદદ લેવાઇ

બપોરે ૧ર વાગ્‍યે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના અનેક ગામોમાં ચાર કલાકમાં ૧૧ થી ૧૫ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ઠેર ઠેર બબ્‍બે પાંચ પાંચ ફૂટ સુધી પાણી ભરાયા છે કલ્‍યાણપુર તાલુકાના ટંકારીયા તથા કેશવપુર ગામે ચાર ચાર વ્‍યક્‍તિઓ ફસાઈ જતા તેમને બચાવ્‍યા હતા.

ત્‍યારે પાનેલી ગામે એક પરિવાર ખેતરમાં ફસાઈ જતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હેલિકોપ્‍ટર જામનગર થી મંગાવી અને તેને બચાવવા માટે પ્રયત્‍ન હાથ ધરાયો છે કલ્‍યાણપુર ભાટિયા સ્‍ટેટ હાઇવે ઠેક ઠેકાણે તૂટી ગયો છે તથા રસ્‍તા ઉપર અનેક સ્‍થળે પાણી ભરાતા ગામડાના અનેક રસ્‍તાઓ બંધ થઈ ગયા છે તો અનેક ગામોમાં ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી ભરી વળ્‍યા છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તળાવમાં ફેરવાઈ ગયા છે જિલ્લા કલેક્‍ટર શ્રી જી ટી પંડ્‍યા તથા એસટીએમ દ્વારકા શ્રી ભગોરા દ્વારા કલ્‍યાણપુર તાલુકામાં મામલતદાર ટીડીઓ અને તંત્રને સાથે રાખી અને વ્‍યવસ્‍થા હાથ ધરવામાં આવી છે.

(4:13 PM IST)