News of Tuesday, 23rd July 2024
પોરબંદરના બિરલા હોલ પાસે પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા માટે કલેક્ટર કે.ડી. લાખાણીએ તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરી
વહિવટી તંત્ર દ્વારા જેસીબી મશીન મુકી ગટરની અડચણો દુર કરી વરસાદી પાણીનો નિકાલ કરાયો

પોરબંદર : પોરબંદર શહેરમાં વરસાદી પાણી ન ભરાય અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર કે. ડી. લાખાણીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડમાં છે.
બે દિવસ પહેલા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. હજુ વરસાદ ચાલુ હોય અને ઉપરવાસમાંથી પણ પાણી આવવાની સંભાવનાને ધ્યાને લઇને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીની દેખરેખ માટે ટીમો ફિલ્ડમાં છે.
તા.રર ના રાત્રે ૯ વાગ્યા દરમિયાન પોરબંદરના બિરલા હોલ પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં વધુ પરિસ્થિતી વણસે તે પહેલાં જ તંત્રએ પગલા લીધા હતાં. જેમાં કલેક્ટર કે. ડી. લાખાણીની ઉપસ્થિતીમાં ટીમે જેસીબી મશીન દ્વારા ગટરની અડચણો દુર કરી પાણીનો નિકાલ કર્યો હતો.
આ તકે પોરબંદરના પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવી, પાણી પૂરવઠના એન્જીનીયર મહેશ દામા, સિંચાઇ વિભાગના અધિકારી પ્રથિકભાઇ ઓડેદરા, નગરપાલિકાના એન્જીનીયર અજયભાઇ બારિયા, ડી.વાય.એસ.પી. સહિત મોટી સંખ્યામાં વહિવટી તંત્રનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો અને પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
