News of Friday, 26th July 2024
ચોટીલામાં ટિફીન સર્વિસવાળા નરેશભાઇ ગોપાણીનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત
ટુવ્હીલર પરથી પડી ગયાઃ ઘરે ગયા બાદ હાલત બગડીઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: ચોટીલામાં રહેતાં અને ટિફીન સર્વિસનું કામ કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી થયા બાદ તબિયત બગડતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના આંબલી ચોકમાં જૈન ભોજન શાળા પાસે રહેતાં નરેશભાઇ ભોગીલાલ ગોપાણી (ઉ.વ.૩૫) નામના યુવાન ટુવ્હીલર પર જતાં હતાં ત્યારે બ્લડપ્રેશર લો થઇ જતાં પડી ગયા હતાં. એ પછી ઘરે પહોંચ્યા બાદ અચાનક લોહીની ઉલ્ટી ચાલુ થઇ જતાં બેભાન જેવા થઇ જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી. નરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે ચોટીલા પોલીસે વધુત પાસ હાથ ધરી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
