News of Friday, 26th July 2024
કચ્છમાં ચાંદીપુરાનો બીજો કેસ? ભુજના માધાપર ગામે શંકાસ્પદ લક્ષણો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬: કચ્છમાં નખત્રાણા તા.ના દેવપર ગામે દોઢ વર્ષની બાળકીને ચાંદીપુરા પોઝિટિવ નીકળ્યા બાદ તેની સારવાર ચાલુ છે. તે દરમ્યાન ભુજના માધાપર ગામે ૮ માસ ના બાળકને ચાંદીપુરા વાયરસનાં લક્ષણો હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તેના નમૂના લેબોરેટરીમાં મુકાયા છે. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી. તે દરમ્યાન બાળકની સારવાર તેમ જ આજુબાજુ સ્પે દવાનો છંટકાવ સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
