<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

સુરજકરાડીના આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરી પોપડા પડયા

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા સુરજકરાડીના આરોગ્‍ય કેન્‍દ્રમાં જર્જરીત ઇમારતમાંથી પોપડા પડવાના અહેવાલ મળી રહ્યા છે કે જેથી કર્મચારીઓને ફરજીયાત બહાર બેસીને સેવાઓ આપવી પડે છે. આ ઇમારત ખૂબ જ જર્જરીત હોય તાકીદે નવી ઇમારતની જરૂરીયાત હોય નવી ઇમારત બનશે કે કોઇ નિર્દોષનો ભોગ લેવાયા પછી જ કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. (તસ્‍વીર - અહેવાલ : દિવ્‍યેશ જટણીયા, મીઠાપુર)

(11:00 AM IST)