<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

લીલીયા પંથકમાં ટ્રેન હેઠળ ૯ વર્ષના સિંહનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૬: લીલીયા તાલુકાના ેભેસાણ નજીક ગાગડીયો નદીના ટ્રેક પર ગતરાત્રિના સુરત પેસેન્‍જર ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે રેલવે ટ્રેક પર નવ વર્ષીય નર સિંહ આવી ચડતા  અકસ્‍માતનો ભોગ બન્‍યો હતો ટ્રેનના ડ્રાઇવર સુરત મહુવા ટ્રેન રોકી દીધી હતી આ તકે રેલવે અધિકારીએ વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરતા પાલીતાણા વન્‍ય પ્રાણી ડિવિઝનના ડી.સી.એફ જયંત પટેલ સહિત વન કર્મચારીઓનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્‍થળે પહોંચી દિલ ધડક રેસ્‍કયુ કામગીરી હાથ ધરી હતી ગણતરીની મીનીટોમાં એન્‍જિન અને ડબ્‍બા વચ્‍ચે ફસાયેલ નરસિંહને રેસ્‍કયુ કરી ક્રાંકચ  એનિમલ કેર સેન્‍ટર ખાતે ટ્રેક્‍ટર મારફત લઈ જવામાં આવેલ ત્‍યાં સારવાર દરમિયાન રાત્રિ ના ૧:૧૦ મિનિટે નવ વર્ષીય નરસિંહ નું મળત્‍યુ થયેલ.

(11:03 AM IST)