<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

માણાવદરની ગાયત્રી ગોૈસેવા મંડળ દ્વારા રસાલા ડેમમાંથી બળદનું રેસ્‍કયું

જાનના જોખમે માનવ જીંદગી બચાવી બાદ

માણાવદર તા.૨૬: શહેરની સાચી સેવા કરતા ગાયત્ર ગોૈસેવા યુવક મંડળ દ્વારા પશુઓની અનેરી સેવાનો ભેખ લીધો છે. અપંગ કે ઘાયલ થયેલ ગાયો કે પશુઓની કોઇજાતની ખેવના વગર સેવા કરે છે. હમણાં જ આવેલા ત્‍યારે પુર પાણીમાં ગાયત્રી મંદિર વિસ્‍તારમાં અતિભારે તાણમાં પણ જાનના જોખમે અનેક લોકોની જીંદગી બચાવવા મોખરે રહયા હતાં. તેવું જ આ યુવક મંડળે માનવ જીંદગી બચાવ બાદ રસાલા ડેમમાં ભારે ઓવરફલો વચ્‍ચે ૧ બળદનું જાનના જોખમે રેસ્‍કયુ કરી બચાવી લીધો છે. કોઇ નામની ખેવના વગર પશુજીવ બચાવે છે.

(11:06 AM IST)