<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભારે વરસાદના કારણે કેશોદમાં અંડર ગ્રાઉન્‍ડ પાકીંગ માત્ર નામના બની ગયા

 

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ તા. ૨૬: ચોમાસાના હજુ લગભગ  અડધા દિવસો બાકી છે. ત્‍યાં સીઝનનો વરસાદનો આકડો ૫૫ ઇંચ પહોંચી જતા બહુમાળી મકાનોમાં પાર્કીગ જેવી જગ્‍યાઓમાં પાણી ભરાય જતા આવી જગ્‍યાઓ અત્‍યારે માત્ર નામનીજ બની ગયેલી છે આ સ્‍થિતિ લગભગ દિવાળી સુધી રહેવાની શકયતા છે.

આ વિસ્‍તારમાં દર વરસે સામાન્‍ય રીતે ચોમાસાની સીઝનનો ચાલીસ ઇંચ જેવો વરસાદ થાય છે અને આ ચાલીલ આસપાસ વરસાદ થઇ જતા સીઝનનો કુલ વરસાદ થઇ ગયો મનાય છે વરસ સોળ આની થઇ ગયુ અને આ ચાલીસ ઇંચ વરસાદ ૧૫ જુના થી ૧૫ સપ્‍ટેમ્‍બર અર્થાત ચોમાસાની સીઝનના ત્રણ માસ દરમિયાન હો!

પરંતુ આ વરસે ચોમાસાની સીઝનના   હજુ અડધા દિવસો પણ પસાર નથી થયા ત્‍યાં વરસાદ ૫૫ ઇંચનો આંકડો વટાવી ગયો છે અને હજુ તો આડધા ઉપરના ચોમાસાના દિવસો બાકી છે

ચોમાસાની સીઝનનો અત્‍યાર સુધીનો કુલ વરસાદનો આકડો ૫૫ ઇંચ ને વટી જતા જમીનમાં પાણીના લેવલ ઊંચા આવી ગયા છે તેના પરિણામ રૂપે નદી અને વોકળામાં પાણી વહેતા થઇ ગયા છે એક રીતે ખેતરો ના કુવા ઓ પણ પાણી થી ભરાય ગયા છે સાથોસાથ આવા અંડરગ્રાઉન્‍ડ પાર્કીગની જગ્‍યાઓ અને સેલેરો પણ ભરાય ગયા છે. આવી જગ્‍યા ઓમાંથી મોટર મુકી પણ ઊલેચાય પરંતુ પાણી ફરી તુરત જ આવી જાય છે પરિવાર આવી જગ્‍યાએ અત્‍યારે તદધ્‍ત બિન ઉપયોગી પુરવા થઇ ગયેલી છે.

હવે આવી જગ્‍યાઓની આવી સ્‍થિતિ નવરાત્રિ અને કોઇ કોઇ જગ્‍યાએ દિવાળી સુધી રહેવાની શકયતા છે ૧૫ સપ્‍ટેમ્‍બર આસપાસ ચોમાસુ પુરૂ થાય પછી જમીનમાંથી પાણી નું ખેચાણ થતા પાણીના લેવલ થોડા નીચા જાય પછી આવી જગ્‍યાઓમા આવતુ નવુ પાણી બંધ થાય અને ત્‍યારે આવી બધી જગ્‍યાઓ ઉપયોગમાં આવી શકે.

આ વરસે અડધા ચોમાસાના વરસાદનો આંકડો-૫૫ ઇંચને આંબી ગયો છે ચોમાસુ પુરૂ થતા સુધીમાં આ આકડો કયા પહોંચશે એ કુદરત જાણે.

(11:22 AM IST)