News of Friday, 26th July 2024
સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને બ્રેકઃ હળવા ઝાપટા
વરસાદી વાતાવરણના કારણે રોગચાળો વધવાની દહેશત

રાજકોટ,તા. ૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જો કે સૂર્યનારાયણ દર્શન થયા નથી.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે સોરઠમાં વરસાદને બે દિવસથી બ્રેક દરમ્યાન પણ વરસાદી વાતાવરણને લઈ હવે રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.જુનાગઢ જિલ્લામાં ગુજરાતી છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે. ગઈકાલે જિલ્લામાં ૨૦ મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ વધીને ૧૨૦૯૫ મીમી એટલે કે ૧૧૯.૯૩ ટકા વરસાદ થઈ ચૂક્યો છે. મેઘરાજાની મહેર વચ્ચે હજુ સુધી સૂર્યનારાયણના દર્શન નહીં થતાં લોકો પરેશાન થઈ ગયા છે. આ સંજોગોમાં હવે સતત વરસાદી વાતાવરણને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સેવાઈ રહી છે.
સમગ્ર જુનાગઢ જિલ્લામાં આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરસાદના સમાચાર નથી પરંતુ હવે સૂર્યનારાયણનાં દર્શનની તાતી જરૂરિયાત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના બાલંભા, વાંસજાળીયા, ધુનડામાં હળવા ઝાપટા વરસ્યા છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
