<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ખંભાળીયાનો ડેમ દોઢ ફૂટે ઓવરફલો થતા ધી નદીમાં પૂરઃ ચેકડેમ ઉપરથી પાણીઃ ડાયવર્ઝન બંધ લોકો ને પાંચ કિ.મી. નો ધરમ ધકકો!!

(કૌશર સવજાણી દ્વારા) ખંભાળીયાઃતા. ૨૬: તાજેતરમાં ખંભાળીયા વિસ્‍તારમાં પડેઁલા ભારે વરસાદ ને કારણે ધી ડેમ છલકાયો હતો એક તબકકે ડેમ દોઢ ફૂટ ઓવરફલો થતા ડેમના હેઠવાસમાં કામનાથ તથા રામનાથ પાસે આવેલી ધી નદીમાં પૂર આવતા તેના ચેકડેમ ઉપરથી પાણી છલકતા નયનરમ્‍ય દર્શ્‍યો સર્જાયા હતા.

ગાંડી વેલ ગાયબઃ સલાયા પહોંચી!! છવાયેલી હતી તથા તાજેતરમાં વેલ સુકાતા આગ પણ કોઇ એ લગાવી હતી ઉપરવાસ માટે પૂરથી વરસાદ સાથે ધી નદી માંથી ગાંડી વેલ તણાઇ હતી તથા નદી છે સાફ કરીને આ ગાંડી વેલ પૂરના પાણીમાં વેહતા છેક સલાયા સુધી પહોંચી ગઇ હતી તથા ઓવરફલો ના નયનરમ્‍ય દર્શયો જોવા લોકો ઉમટયા હતા.

રામનાથ કેનેડી બ્રીજ જર્જરીત બંધ ડ્રાયવર્ઝન ધોવાયો  રામનાથ પાસે ૧૨૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થવાથી બંધ હોય પાલિકા દ્વારા રામનાથ પાસે ધી નદીમાં ડ્રાયવર્ઝન કરાયો હતો. પણ ધી નદી છકાતા આ ડ્રાયવર્ઝન આખો ધોવાઇ ગયો તથા રસ્‍તા પર ૪/૫ ઇંચ પાણી ફરી વળતા આ રસ્‍તા પરથી રામનાથ,ભાણવડ, તથા પોરબંદર તથા આ રસ્‍તાના ગામોમાં જઇ શકાતું તે રસ્‍તો બંધ થતા લોકોને પાંચ કિ.મી. સુધી ને જવું પડે તેવું થતા ભારે રોષ ફેલાયો છે તથા પુલ જે ૨૫ કરોડ મંજુર થયા છે તેનું કામ ચાલુ પણ થયું નથી જેથી ભારે ટીકા થઇ રહી છે.

(1:24 PM IST)