તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 26th July 2024
જેતપુરમાં પુત્રની હત્યાના કેસમાં માતા- પિતા-ભાઇનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા. ૨૬: જેતપુરમાં પુત્રની હત્યાના કેસ માં માતા-પિતા-ભાઇ ને નિદોર્ષ ઠરાવી શહેરના જનકલ્યાણ નગરમાં આવેલી એક કારખાનામાં કામ કરતા રામજી ઉર્ફે રામ ડાભી નો પુત્ર મેહુલ ઉર્ફે લાલુ ૩-૪ દિવસથી આ અંગેની જાણ પોલીસમાં કરાતા શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મેહુલ નો પીતા તેની માતા તેમજ તેની ભાઇ શંકાના દાયરામાં આવેલ જેથી પોલીસે રામજી ડાભીની પુછપરછ કરવા તેણે સ્વીકાર્યુ કે મેહુલને તેને મારા કારખાનામાં દાટી દીધેલ છે. પોલીસે તેને સાથે રાખી બનાવવાળી જગ્યા પર કારખાને લઇ જય ખોદકામ મરાવતા મેહુલની લાશ તેમાંથી નીકળેલ જેથી તેનો પીતા પોલીસ પાસે ભાંગી પડેલ એ તમામ વિગત જણાવતા કહેલ કે મેહુલ અવાર નવાર દારૂ પીતાહોય જુનાગ પણ રમતો હોય તેના માટે ઘરના સભ્યોને ેહેરાન કરતો તેનાથી કંટાળી જઇ રાત્રે ખાટલા ઉપર સુતો હતો ત્યારે ગોદડા માં વીટી મોટર સાયકલ ઉપર કારખાને લય જઇ ખાડો ખોદી દાટી દીધેલ જેમાં તેની માતા મંજુલાબેન તથા ભાઇ મહેશ આવેલ હોય આ અંગેનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે યુવા ધારાશાષાી બાર.એસો. પ્રમુખ મહાવીરભાઇ પટેલે પંચ પુરાવાઓનું મુલ્યાકંન કરી દલીલો કરતા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એ દલીલો માન્ય રાખતા ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
