News of Friday, 26th July 2024
વિસાવદર પંથકમાં સેવાભાવી તબીબ ડો.વી.બી. દેસાઇનું અવસાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ર૬:વિસાવદર પંથકમાં સૌના આદરપાત્ર સેવાભાવી તબીબ ડો.વી.બી.દેસાઈનુ વડોદરા ખાતે અવસાન થયાના સમાચારો સાંપડી રહ્યા છે. આ સમાચાર વાયવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાયો છે.
વિસાવદર પંથકમાં સરકારી મેડિકલ ઓફિસર તરીકેની મોભાદાર નોકરી છોડી ૅપંચશીલ ક્લિનિકૅ નામે રાહત દરે દવાખાનુ શરૂ કરી જીવન પર્યત દર્દીઓની સેવા કરનાર ડો. વસંતરાય ભાનુશંકર દેસાઈનુ મુળ વતન મોરૂકા તા. તાલાલા તેઓએ નાની ઉમરે પિતાની છત્ર છાયા ગુમાવી માતા ભાગીરથીબેને જબરો સંઘર્ષ કરી પારકા કામ કરી પોતાના એક માત્ર પુત્રને તબીબ સુધીનો જામનગર મેડિકલ કોલેજમાં એ વખતે એમબીબીએસ સુધી નો અભ્યાસ કરાવેલ. આત્મબળે સંઘર્ષ કર્યો..કારકિર્દીની જીવનયાત્રાનો શુભારંભ વિસાવદર ખાતે સરકારી દવાખાને મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી..પછી વિસાવદર ખાતે ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી..જીવન સહજ, નિરાળું, ગરીબાઈમાંથી આવતા હોવાથી કાયમ માટે દર્દી પ્રત્યે સહાનુભૂતી જનરલ પ્રેક્ટિસનર હોવા છતાં ખાસ કરીને નાના બાળકો અને નવજાત શિશુની સારવારમાં પૂર્ણ નિપુણતા ધરાવતા હતા. ૅપંચશીલ ક્લિનિકૅના નામે ક્લિનિક શરૂ કરનાર ડો.દેસાઈ અને ડો. વી.આર.મહેતા સાથેની કુદરતી લેણાદેણી લગભગ ૩૮ વર્ષનો જીવનપર્યત સુધીનો સંગાથ રહ્યો..બન્નેની ભાઈ કરતા પણ વિશેષ ઁભાઈબાંધી ,ડો.દેસાઈના ધર્મપત્નિ પ્રફુલાબેન પિયરમાં ખુબજ સુખી કુટુંબ ની દીકરી હોવા છતાં ડો.દેસાઈની જીવનયાત્રામાં ડગલેને પગલે સાથ આપ્યો..પુત્ર ડો. દેવેન ..વડોદરા ખાતે એમ.ડી.પેથોલોજિસ્ટ છે. પુત્રી જયશ્રી ગાંધીનગર અને પુત્રી જલ્પા અમદાવાદ બન્ને સાસરે છે. ડો.દેસાઈ તથા ડો. મહેતા વચ્ચેના સબંધો અને મિત્રતા જીવનભર બેમીસાલ રહ્યા. સ્વ. મહેતા તથા સ્વ. દેસાઈનાં તબીબી ક્ષેત્રે યોગદાન બદલ વિસાવદર પંથક હંમેશા ઋણી રહેશે. એક આહીર અને એક બ્રાહ્મણ જાણે ઉતર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નો સુમેળ ભર્યો સંગમ રહ્યો. ડો.દેસાઈને સમગ્ર પંથકમાંથી શોકાંજલી અર્પણ કરાઈ રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
