News of Friday, 26th July 2024
રીબડાનાં રાજદિપસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાના યુવા અધ્યક્ષપદે નિમણુંક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. ગોંડલ રીબડાના રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાના ગુજરાત રાજય યુવા અધ્યક્ષ તરીકે નિમણુક થતાં ક્ષત્રીય અગ્રણીઓ સહિતના એ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આરએઆર ફાઉન્ડેશનની સ્થાપના કરી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતાં હોય છે.
તાજેતરમાં પ્રથમ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી. આરએઆર ફાઉન્ડેશનનાં સંસ્થાપક રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રીબડાનાં માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સેવાકાર્યો થઇ રહ્યા છે.
રાજદીપસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાના ગુજરાત રાજય યુવા અધ્યક્ષ તરીકે નિમણુક થતાં શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
