<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો

દિપડાએ યુવક પર હુમલો કરતા તેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી

અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો છે. દિવસ દરમ્યાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો હતો. દિપડાએ યુવક પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(6:48 PM IST)