તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 26th July 2024
મોરબી યુવા ભાજપ દ્વારા “વીર શહીદો અમર રહો” ના નાદ સાથે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ મોરબી જીલ્લા, મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબના ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાં થઈ ઓમશાંતિ સ્કૂલ સુધી “વીર શહીદો અમર રહો”, “ભારત માતા કી જય , વંદે માતરમ્ ” ના નાદ થી ગુંજી ઉઠી હતી આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા મહામંત્રી મંત્રી ઉપપ્રમુખ તેમજ જિલ્લા યુવા ટીમ શહેર પ્રમુખ જયદીપભાઈ મહામંત્રી મંત્રી ઉપપ્રમુખ તેમજ તમામ ટીમ મંડળના હોદ્દેદારો બહોળી સંખ્યામાં રાષ્ટ્રભક્ત યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
