<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th July 2024

મોરબીના રાજપર ચોકડીથી સેમી ઓટોમેટીક પિસ્તોલ-પાંચ જીવતા કાર્ટીઝ સાથે એક ઝડપાયો.

પિસ્તોલ-કાર્ટીઝ અને કાર સહીત ૫.૧૦ લાખનો મુદામાલ જપ્ત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરની રાજપર ચોકડી પાસેથી કારમાં સેમી ઓટોમેટીક પિસ્તોલ લઇ જતા શખ્શને ઝડપી લઈને પોલીસે પિસ્તોલ, જીવતા કાર્ટીઝ નંગ ૦૫ અને કાર સહીત ૫,૧૦,૫૦૦ ની કિમતનો મુદામાલ કબજે લીધો છે.


સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજકોટ તરફથી એક કાર મોરબી આવતી હોય જે ઇસમ પાસે હથિયાર હોવાની બાતમી મળતા ટીમે રાજપર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ક્રેટા કાર જીજે ૨૭ ઈડી ૦૦૧૬ નીકળતા કારને રોકી કારમાં સવાર આરોપી રમેશ ઉર્ફે માલદે બાબુભાઈ ચાવડા( રહે ઉમિયા સર્કલ ખોડીયારનગર સીતારામ પેલેસ વાળા) ને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી ગેરકાયદે હાથ બનાવટની સેમી ઓટોમેટીક પિસ્તોલ કીમત રૂ ૧૦ હજાર અને ૫ જીવતા કાર્ટીઝ નંગ ૦૫ કીમત રૂ ૫૦૦ મળી આવતા પિસ્તોલ-કાર્ટીઝ અને કાર સહીત ૫,૧૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
   પિસ્તોલ સાથે ઝડપાયેલ આરોપીનો ગુનાહીત ઈતિહાસ ખુલ્યો છે જેમાં આરોપી વિરુદ્ધ મોરબી અને માળિયા પોલીસ મથકમાં મારામારી, જુગાર સહિતના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે.
જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ એ વી પાતળિયા, રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મિયાત્રા, ચકુભાઈ કરોતરા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, સિદ્ધરાજસિહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, રાજદીપસિંહ ઝાલા અને કપિલભાઈ ગુર્જર સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:58 AM IST)