<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી

સોમવારે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી

અમદાવાદ :સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ 28 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

29 જુલાઈએ દક્ષિણ ગુજરાત પ્રદેશના અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

(10:25 AM IST)