<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

મોરબીના લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા ગૌશાળામાં વૃક્ષારોપણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા આજે તારીખ 27- 7 -2024 ને શનિવારના રોજ મોરબીના મકનસર સ્થિત પાંજરાપોળ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પ્રમુખ હિતેશભાઈ ભાવસાર તેમજ ખજાનચી રાકેશ ક્રિષ્નાની તથા સેકેટરી રાજન વ્યાસ અને દર્શિતભાઈ માણેક તેમજ રિજીયન 3ના ઝોન 5 Z C જનકભાઈ હિરાણી ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને અંદાજીત 50થી વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

(10:25 AM IST)