News of Sunday, 28th July 2024
જુનાગઢના ઘેડ પંથકની મુલાકાત લેતા રાઘવજીભાઈ પટેલ :વરસાદી નુકસાનનો કૃષિમંત્રીએ મેળવ્યો તાગ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કેશોદ, માણાવદર પંથકની મુલાકાત લીધી: ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી

જુનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢમાં પડ્યો છે. આ ચારે જિલ્લાઓમાં સમગ્ર ભારતની સરખામણીમાં વધુ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદને પગલે ઘેડ વિસ્તારમાં ભારે તારાજી સર્જાય છે. આ સ્થિતિમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કેશોદ, માણાવદર પંથકની મુલાકાત લીધી હતી. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પડેલા અતિભારે વરસાદને લઈને જુનાગઢ, જામનગર, દ્વારકા સહિતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને સમગ્ર ઘેડ પંથક સહિત અનેક વિસ્તારોમાં તબાહીના દ્દશ્યો સામે આવ્યા હતા. ઘેડમાં ઓઝતના પાણીના લીધે ભારે તબાહી મચાવી હતી. આ સ્થિતિમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કેશોદ, વંથલી અને માણાવદર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
