<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

મોરબીના શ્રદ્ધાપાર્કમાં બિસ્માર રોડથી કંટાળી ગયેલ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય હાલ ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ બદતર બની ગઈ હોય જેથી ત્રાસી ગયેલી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

   નવલખી રોડ પરના શ્રદ્ધા પાર્કમાં રોડ રસ્તાની સ્થિતિ દયનીય હોય આજે મહિલાઓએ રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો દરમીયાન સરકારી અધિકારીની ગાડી પસાર થતા તેને પણ રોકી વિરોધ નોંધાવ્યો હતો ગાડીમાં અધિકારી હાજર ના હતા પરંતુ મહિલાઓએ કાર ચાલકની એક વાત સાંભળી ના હતી અને ગાડી રોકી વિરોધ નોંધાવ્યો હતો.
     બિસ્માર રોડને કારણે નાગરિકોને અવરજવર કરવામાં તેમજ શાળાના વાહનો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી સ્થાનિકોએ રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ કરી છે અને રીપેરીંગ ના કરાય તો પાલિકા કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(10:26 AM IST)