<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

મહાદેવ બેટિંગ એપનું ગુજરાત કનેકશન: કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપેલ આરોપી પાસેથી ૫૨૦૦ કરોડના આર્થિક વ્યવહારો મળ્યા, : જુઓ વિડીયો

રૂબરૂ પૂછપરછ અને મોબાઈલ ફોનની તપાસ દરમ્યાન મોટા ખુલાસા થવાની શકયતા

ભુજ : મહાદેવ બેટિંગ એપનું ગુજરાત કનેકશન: કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપેલ આરોપી પાસેથી ૫૨૦૦ કરોડના આર્થિક વ્યવહારો મળ્યા, મહાદેવ બેટિંગ એપ સાથે સંકળાયેલ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું ૨૩ આઈડીનું નેટવર્ક ધરાવનાર એક આરોપી ભરત ચૌધરી દુબઈથી પાટણ આવ્યો હતો ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન નીચે સાઇબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લીધો હતો. 

  તેનો ફોન તપાસતા ૫૨૦૦ કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે, એમજી હેકટર કાર તેમ જ મોબાઈલ ફોન સાથે તેને ઝડપી લીધો છે, તેની રૂબરૂ પૂછપરછ અને મોબાઈલ ફોનની તપાસ દરમ્યાન મોટા ખુલાસા થવાની શકયતા (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)


 

(7:16 PM IST)