News of Monday, 29th July 2024
મોરબી-વાંકાનેર હાઈવે પર ઢોરનો ત્રાસ દુર કરવા ટ્રાફિક પોલીસ મેદાને આવી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ તેમજ અખબારી અહેવાલો બાદ ટ્રાફિક પોલીસે ઢોર હટાવવાની કામગીરી શરુ કરી છે.
રખડતા ઢોરની સમસ્યા દરેક જગ્યાએ જોવા મળે છે તો શહેરી વિસ્તાર સહિત હાઇવે પર પણ રખડતા લીધે ઘણી વખત અકસ્માત થતા હોય છે ત્યારે દિવસના સમયે ત્યાંથી પસાર થતા લોકો તો તે રખડતા ઢોરોને દૂર કરે છે પરંતુ રાત્રીના સમયે રખડતા ઢોરને લીધે અકસ્માતને લીધે ક્યારેક ઢોરની તો ક્યારેક માનવીએ જિંદગી પણ જોખમમાં મુકાય છે મોરબી નજીક હાઈવે પરનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો
જે ટ્રાફિક પોલીસને ધ્યાને આવતા મોરબી વાંકાનેર હાઇવે પર શક્તિ ચેમ્બર નજીક જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા હાઇવે પર રખડતા ઢોરો જોવા મળતા કોઈ અકસ્માત ન સર્જાય અને ટ્રાફિક સમસ્યા ન થાય તેના માટે ઢોરને પણ સાઈડમાં કરવામાં આવી રહ્યા છે જીલ્લા ટ્રાફિક પોલીસ ટીમે રખડતા ઢોર મામલે કામગીરી શરુ કરતા વાહનચાલકોએ રાહત અનુભવી છે
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
