News of Monday, 29th July 2024
ગુજરાતની સરકાર ભયમુકત ભ્રષ્ટાચારમાંથી બહાર આવે
ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલનાં ભાજપ પર ચાબખા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: ગોંડલ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ની સરમુખત્યાર નીતીરીતી ની આકરી જાટકણી કાઢી હતી.તેમણે બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યુ હતુ.અને કહ્યુ કે કેન્દ્ર સરકારે ગુજરાત ને હળાહળ અન્યાય કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે.પરંતુ બજેટ માં ખેડુતો ને કોઈ ફાયદો અપાયો નથી.પ્લેટોનીયમ અને હીરા પર જીએસટી ઘટાડાયુ પરંતુ ખેડુતો માટે ટ્રેકટર, ખાતર કે ખેતઓજારોમાં કોઈ ઘટાડો કરાયો નથી.અગ્રતા ખેડુતોને મળવી જોઈએ પરંતુ કેન્દ્રમાં ખુરશી બચાવવા અને સતાની લાલશામાં નીતિશબાબુ અનુ ચંદ્રાબાબુ ને રાજી રાખવા બિહાર અને આંધ્રપ્રદેશને મોટી લ્હાણી કરી અપાઇ છે. બિહારને પુર રાહત માટે અઢળક પૈસા ફાળવાયા છે. પરંતુ ગુજરાતમાં નવસારી સુરત,દ્વારકા,પોરબંદર કે ઘેડ પંથકમાં અતિવૃષ્ટિમાં કોઈ સહાય અપાઇ નથી.અતિવૃષ્ટિમાં જેમના ખેતરોનું ધોવાણ થયુ છે.તેવા ખેડુતો ને કોઈ સહાય અપાઇ નથી.આમ ભાજપની બેધારી નિતી ખુલ્લી પડી ગઈ છે.તેમણે કહ્યુ કે ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યુ છે.ઉડતા ગુજરાત ભાજપની દેન છે.ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃતિનો છેડો ભાજપનાં નેતાઓ સુધી લંબાય છે.ડ્રગ્સ હોયકે નીટ ની પરીક્ષામાં પેપર ફોડવાની વાત હોય ગુનેગાર ભાજપનાં જ આગેવાન હોય.આટકોટ દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જગજાહેર છે.
તેમણે કહ્યુ કે જનતા જનાર્દન માં ખુબ તાકાત રહેલી છે.એ જીરોને હીરો બનાવી શકેછે.ભાજપે અબકીબાર ચારસો પાર ની ગુલબાંગો ફેંકી પણ એકલા હાથે બહુમત પણ હાંસલ કરી શક્યા નહી.ચુંટણી સમયે કાવાદાવા રચી કોંગ્રેસ નાં અગીયાર એકાઉન્ટ સીઝ કરી દીધા.જેથી પૈસા વગર ચુંટણીઓ મુશ્કેલ બને.બીજી બાજુ ભાજપે ચુંટણીઓ જીતવા ધન નાં ઢગલા કરી દીધા.પણ પ્રજા એ યોગ્ય જવાબ આપી ભાજપ નાં અહમ ને લપડાક આપીછે. પાંચ લાખની લીડનુ સ્વપ્ન પ્રજાએ રગદોડી નાખ્યુ છ.ભાજપે જુદી જુદી જ્ઞાતિઓની લાગણીઓને ઠેસ પંહોચાડી ગંદી રાજનીતિ દાખવી તો કોંગ્રેસે રાષ્ટ્રવાદ ને અનુસરી ઉતમ પ્રજાલક્ષી દેખાવ કર્યો અને પરીણામ આપ્યુ છે.
તેમણે ઉપસ્થિત કાર્યકરો ને કહ્યુ કે ખાસ્સા નેતાઓ તૈયાર કરો.બુથ લેવલ ની કામગીરી સાથે સંગઠન મજબુત બનાવો.પ્રજા ભાજપથી ગળે આવી ગઈ છે.કોંગ્રેસે પ્રજાની અપેક્ષાઓ પુર્ણ કરવા તત્પર રહેવુ પડશે.
સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મુલાકાત વેળાᅠ જીલલા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ વસોયા, ઇન્દ્રનીલ રાજયગુરુ,શહેર કોંગ્રેસ પ્રમુખ કુંજડીયા,તાલુકા પ્રમુખ હર્ષદસિહ ઝાલા,યતિશભાઇ દેસાઇ, દિનેશભાઈ પાતર સહિત બહોળી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
શક્તિસિંહ ગોહિલ ગોંડલ ખાતે જુની પેઢીનાં આગેવાન સ્વર્ગીય પી.આર.જાડેજા નાં પરીવારને સાંત્વના પાઠવી બાદમાં સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાને સંબોધન કર્યુ હતુ.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
