News of Monday, 29th July 2024
ચંદ્રાવડાના તામસી સ્વભાવના મહિલાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા, તા. ૨૯: કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવડા ગામે રહેતા રેખાબેન રાજુભાઈ કારાવદરા નામના ૨૧ વર્ષના પરિણીત મહિલા તામસી સ્વભાવના હોય, કોઈ અગમ્ય કારણોસર તેણીએ શનિવારે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું. મૃતક યુવતીનો લગ્નગાળો બે વર્ષનો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ રાજુભાઈ રણમલભાઈ કારાવદરા (ઉ.વ.૨૪) એ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
અકળ કારણોસર રાવલના યુવાને ઝેરી દવા પી લેતા મોત
રાવલ ગામે રહેતા અરજણભાઈ કરસનભાઈ વાઘેલા ગામના ૪૯ વર્ષના યુવાને શુક્રવારે સાંજના સમયે તેમના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતા નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મહેશભાઈ અરજણભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
સુરજકરાડીના વૃદ્ધને હૃદયરોગનો હુમલો
સુરજકરાડી ગામે રહેતા રમેશભાઈ મનજીભાઈ મૂળીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધને શનિવારે વહેલી સવારે ઉલ્ટી ઉબકા ઉપડ્યા બાદ તેમનું મૃત્યુ નિપજયું હતું. આ રીતે હાર્ટ એટેક અથવા કોઈ બીમારીથી તેમનું મોત થયું અંગેનું મૃતકના પુત્ર વિશાલભાઈ રમેશભાઈ મૂળિયા (ઉ.વ. ૩૨) મીઠાપુર પોલીસને કરી છે.
દ્વારકા કલ્યાણપુરમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયા
દ્વારકાના સયાજી સર્કલ પાછળના ભાગે બાવળની જાળીમાં બેસીને રાત્રિના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જયેશ મોહન કણજારીયા, પરેશ ડાયા નકુમ, રામશીભા જગાભા માણેક અને કમલેશ નરશીભાઈ ચોપડાને પોલીસે ઝડપી લઇ, રૂપિયા ૧૨,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર પોલીસે નંદાણા ગામની સીમમાંથી ચુનીલાલ કાનજી સચદેવ, નથુ કારા ગોજીયા, વિજય ત્રિભુવન વિઠલાણી, રવિન છગનલાલ સચદેવ, ભરત ભાયાભાઈ લગારીયા અને ધરણાંત રણમલ આંબલીયાને જુગાર રમતા રૂપિયા ૨૧,૨૩૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામેથી પોલીસે મંગાભાઈ દેવજીભાઈ ચૌહાણ, અશોક રામા વાઘેલા, ભરત ભીમશી વાઘેલા, લતીફ સુલેમાન સંઘાર, ઈરફાન અલી ખુરેશી, આમીન મલેક અને મશરી ભીમશી વાઘેલાને જુગાર રમતા ઝડપી લઇ, રૂ. ૭,૧૫૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.
સલાયા બંદરે માછીમારી કરતા કાર્યવાહી
સલાયાના દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં પણ બંદર વિસ્તારમાં બોટ મારફતે માછીમારી કરવા ગયેલા રફીક નુરમામદ સંઘાર સામે સલાયા મરીન પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો શોધ્યો છે.
ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત ચાર ઝડપાયા
ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયાની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સામતભાઈ ગઢવી તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ધરારનગર વિસ્તારમાં ભરવાડ પાડા ખાતે દરોડો પાડી, અશોક હેમતલાલ જટણીયા, લાખીબેન શામરાભાઈ ધારાણી, ગીતાબેન શાંતિલાલ ઉનડકટ અને મુરીબેન બોઘાભાઈ કારીયાને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૩૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
