<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બગસરાના રફાળા ગામે વૃધ્‍ધનું સુતેલી હાલતમાં મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯: બગસરા તાલુકાના રફાળા ગામે રહેતાં મનસુખભાઈ સોમાભાઈ ચૌહાણ ઉ.વ.૬૦તા. ૨૪-૭ના પોતાના ઘરના પલંગ પર સુતેલ હાલતમાં મૃત્‍યું પામ્‍યાનું વિસાવદર ગામના ઓજત ખંભાળીયા ગામે રહેતી દિકરી મનિષાબેન વિરેન્‍દ્રભાઇ વાળાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

૧૦ શખ્‍સોને રાજાપાઠમાં ઝડપી પાડયા

અમરેલી જિલ્લામાં પોલીસેજુદા જુદા પાંચ સ્‍થળોએદેશીદારૂનાદરોડા પાડી ૪ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં જાફરાબાદ, લાઠી, મરીન પીપાવાવ અને સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જિલ્લામાં બે વાહનચાલકો સહિત ૧૨ શખ્‍સોને રાજાપાઠમાં નશો કરી નિકળતા પોલીસે ઝડપી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી, રાજુલા, બાબરા, જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, મરીન પીપાવાવ, જાફરાબાદ, સાવરકુંડલા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

(1:54 PM IST)