<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ટંકારા ધુનડાના અનિલનું બાઇક સ્‍લીપ થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૯: ટંકારાના ધુનડા ગામ નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં ઘવાયેલા ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.

ધુનડા ખાતે અજયભાઇની વાડીમાં રહી મજૂરી કરતો અનિલ નજરૂભાઇ છપ્‍પનીયા (ઉ.વ.૧૮) તા. ૨૬ના રાતે નવેક વાગ્‍યે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે ગામ નજીક બાઇક સ્‍લીપ થઇ જતા ગંભીર ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ દમ તોડી દેતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ટંકારા પોલીસને જાણ કરી હતી.

(10:46 AM IST)