<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ખોટી ઓળખ આપી ખોટા મેસેજ મોકલી

લીલીયાના પ્રૌઢ પાસેથી રૂા. ૫૫ હજારની છેતરપિંડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૯: લીલીયા સાંઈનાથ પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા હરેશભાઈ મંગાભાઈ ગોહિલ ઉ.વ. ૪૦ને મો. ૮૬૮૪૮ ૫૬૮૫૩ તેમજ ૮૩૦૭૬ ૩૪૭૯૦ના ધારક કોઇ અજાણ્‍યા વ્‍યકિતએ હરેશભાઈના ઓળખીતા જેસીબી મશીન ચલાવનાર ઉમાશંકર કાકાની ખોટી ઓળખ આપી દવાખાનાના કામમાં ફસાયેલ હોવાથી ખોટી હકીકત આપી ફરિયાદીના ખાતા રૂપિયા જમા કર્યા અંગેના બનાવટી મેસેજ મોકલી આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ જુદી જુદી રકમના રૂા.૫૫,૦૦૦ના જીપે અને ફોનપે ટ્રાન્‍ઝેકશન કરાવી છેતરપિંડી કર્યાની અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફોરવ્‍હીલે બાઈકને હડફેટે ચડાવ્‍યું

ચિતલ ગામના રેલ્‍વેફાટકની આગળ આવેલવળાંકમાં હનુમાનદાદાના મંદિર પાસે રોડ ઉપર ચોટીલા ગામના ગોપાલભાઇ દાનાભાઇ ચાવડા ઉ.વ. ૨૬ પોતાનું બાઇક લઇને ચિતલથી પોતાના ઘરે ચોટીલા જવા નિકળેલ ત્‍યારે રેલ્‍વે ફાટક પછી વળાંકમાં પાછળથી એક સફેદ કલર આઇટન જી જે ૦૫ સીઆર ૯૫૫૦ના ચાલકે બાઇક સાથે ભટકાવી જમણા પગના સાથળમાં ફેકચર કરી તેમજ શરીરે નાની મોટી ગંભીર ઇજા કરી નાસી જઇ ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લીલીયામાં ટ્રાફિકને અડચણરૂપ બાઇક રાખતા ગુનો નોંધાયો

લીલીયા નાવલી બજારમાંદિનેશદિલીપભાઇ રાજકોટીયાએ પોતાનુંપેશનપ્રોબાઇકજી જે૦૧ એલસી ૧૨૩૯ ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર રાખી મળી આવી ગુનો કર્યાની પો.કોન્‍સ.અમીનભાઇ જુણેજાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(11:22 AM IST)