News of Monday, 29th July 2024
ટંકારાના ગણેશપર ગામે તળાવમાં ડુબી જતા મહેશ મોહનીયાનું મોત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટકારા, તા.ર૯: ટંકારા તાલુકાના ગણેશપર ગામે ધારેヘર મહાદેવવાળા તળાવમાં ડુબી જતા યુવાનનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે તળાવમાં કોઈ અજાણ્યા શખ્સની લાશ તરતી હોવાની વાત સ્થાનિક ખેડુતોના ધ્યાનમાં આવતા ગામના સરપંચને આ અંગે જાણ કરતા સરપંચે પોલીસને જાણ કરતા ઓપીના જમાદાર રાજુભાઈ, રાઈટર અનિલભાઈ સ્ટાફના સાલેમામદભાઇ સુમરા સહિતના ધટના સ્થળે પહોંચી લાશને તરવૈયાની મદદ લઈ બોડી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ટંકારા ખસેડી હતી.
પોલીસ તપાસમાં સરાયા ગામે પ્રવિણ રામજી પટેલની વાડીમાં ખેતી કામ માટે ધાનપુર દાહોદથી આવેલ મહેશ રૂપસિગ મોહનિયા બાજુના ગામમા ગયા બાદ પરત આવતી વખતે તળાવમાં લપસી ગયા કે નાવા પડ્યા હોય ડુબી જતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
