<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

જેતપુરમાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્‍યતિથિમાં સેવાકાર્યોનો જયેશભાઇના હસ્‍તે પ્રારંભ

રકતદાન થકી જયેશભાઇની રકતતુલા કરાઇઃ વૈશ્‍ણવાચાર્ય કૃષ્‍ણકુમારજી-સ્‍નેહસાગરસ્‍વામી સહિતની ઉપસ્‍થિતિ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૯ :.. સૌરાષ્‍ટ્રના કદાવર ખેડૂત નેતા સહકારી ક્ષેત્ર તથા આર. ડી. બેંકને હરહંમેશ સિધ્‍ધીના શીખરો-સર કરાવનાર સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આજરોજ પમી પુણ્‍યતિથી હોય શહેરની તમામ સામાજીક, રાજકીય, ઔદ્યોગિક સંસ્‍થાઓ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ, તથા મહા રકતદાન કેમ્‍પનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ. આ કેમ્‍પનું દિપ પ્રાગટય કરી જયેશભાઇ રાદડીયાએ ઉદઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે પુરૂષોતમભાઇધામ હવેલીના વૈશ્‍ણવાચાર્ય ‘કૃષ્‍ણકુમારજી મહોદય, આશ્રય કુમારજી, સ્‍વામીનારાયણ ગાદી સ્‍થાપના સ્‍નેહ સાગર સ્‍વામી ડાઇંગ એસો. ના પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયા, સંજયભાઇ વેકરીયા, મહેશભાઇ ગજેરા, દિપુભાઇ જોગી, સીટી કાઉન્‍સીલના હોદેદારો સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

ધોરાજી રોડ ખાતે પટેલ સમાજમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્‍પમાં ડોકટરોએ પોતાની માનદ સેવા આપી દર્દીઓનું નિદાન કરેલ હતું.

માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ મેગા રકતદાન કેમ્‍પમાં રકતદાતાઓએ સ્‍વૈચ્‍છીક રકતદાન સ્‍વ. વિઠ્ઠલભાઇને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

એકત્રીત થયેલ રકત દ્વારા જયેશભાઇની રકતતુલા કરવામાં આવેલ. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ રાજૂભાઇ પટેલ, હરેશભાઇ ગઢીયા, જેન્‍તીભાઇ હીરપરા, દોલતભાઇ પારવાણી સહિત રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(12:56 PM IST)