<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

કાલે ગીર સોમનાથ જીલ્લાના ર પોલીસ અધિકારીઓને ડીજીપી એવોર્ડ અપાશે

વેરાવળ-પ્રભાસપાટણ તા.૨૯: ગીર સોમનાથ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને રાજયના ડીજીપી તરફથી ડિસ્‍ક એવોર્ડ જાહેર કરાયો છે. જેમાં વેરાવળના નાયબ પોલીસ અધિકારી ખેંગાર અને ગીર સોમનાથ એલસીબી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ એ.બી. જાડેજાનો સમાવેશ થાય છે. કાલે તા.૩૦ના બપોરે ત્રણ વાગ્‍યે ખાસ સમારોહ યોજી આ એવોર્ડ એનાયત થશે આવો એવોર્ડ આપનાર ગુજરાત ભારતનું દેશનું સાતમું રાજય છે. ગાંધીનગર પોલીસ વિદ્યાભવન ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સમારોહમાં પોલીસ પરિવારોને આમંત્રણ અપાયુ છે.

વિનોદસિંહ રામપ્રસાદ ખેંગાર- વી.આર. ખેંગાર નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ ૨૦૦૨ની ભરતી બેન્‍ચના વી.આર. ખેંગાર પીએસઆઇમાં ભરતી બાદ ઉતરોતર બઢતી થી જામનગર, ભાવનગર, ખેડા, કચ્‍છ-ભુજ ગાંધીનગર આઇ.બી.માં ફરજ બજાવી છે.

અરવિંદસિંહ જાડેજા રાજકોટ ખાતે યશસ્‍વી કામગીરી કરનાર બાહોશ બહાદુર અને વિનય વિવેક સાથે માનવતાવાદી એવા તેઓ હાલ ગીર સોમનાથ જિલ્લા એલસીબી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર છે. ૨૦૦૯ ની બેંચના તેઓ ગુજરાત હોકીના નેશનલ પ્‍લેયર છે. ગીર સોમનાથ જિલ્લામાં અનેક અટપટા ગુનાઓ અને ડ્રગ્‍સબંધી નાબુદ કરવામાં તેઓનો જબરદસ્‍ત યોગદાન છે.

(1:02 PM IST)