News of Monday, 29th July 2024
સૌરાષ્ટ્ર - કચ્છમાં ગોરંભાયેલ વાતાવરણ : હળવા - ભારે ઝાપટા
સુરેન્દ્રનગર જીલ્લામાં ધીમીધારે : અમરેલી, વિંછીયા, જુનાગઢમાં પણ વરસતો વરસાદ

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સવારથી ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે હળવા - ભારે ઝાપટા વરસી રહ્યા છે.
આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લામાં, અમરેલી તથા જુનાગઢ શહેરમાં તથા વિંછીયામાં હળવો - ભારે વરસાદ વરસી જાય છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી, લખતર, વઢવાણ, મુળી, સાયલા, ચુડામા કાલે રાત્રીથી સવાર સુધીમાં હળવા - ભારે ઝાપટા પડયા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : શહેરમાં આજે સવારથી ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં રસ્તા ઉપરથી પાણી વહેતા થઇ ગયા હતા.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : શહેરમાં આજે વહેલી સવારે ૪ થી ૬ દરમિયાન ઝાપટારૂપે ૪ મી.મી. વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામજોધપુરમાં કાલે રાત્રીના ઝાપટા રૂપે વરસાદ પડયો હતો. બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭, મહત્તમ તાપમાન ૩૧.૫, ભેજનું પ્રમાણ ૯૭ ટકા, પવનની ગતિ ૬.૨ કિ.મી. રહી હતી.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વિંછીયામાં ધોધમાર વરસાદની રાહ છે. નદી, નાળા અને તળાવ ખાલીખમ છે. વિંછીયા તાલુકાવાસીઓ ધોધમાર વરસાદની રાહ જુવે છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
