News of Monday, 29th July 2024
મોરબીમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિએ રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકા સહકારી પરિવાર દ્વારા ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે તારીખ 29-7-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન મહા રકતદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પનો પ્રારંભ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવીયા સહિતનાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખેડુતો અને સહકારી અગ્રણીઓએ રક્તદાન કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલી આપી હતી.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
