<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

સૌરાષ્‍ટ્ર બાદ હવે કચ્‍છમાં મેઘમહેરઃ ૧ થી પ ઇંચ

અબડાસા-૪, ભચાઉ, ખાવડા, લખતપત, માંડવી, મુંદ્રા, અંજારમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્‍યો

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં હળવોદ-ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે હવે  કચ્‍છમાં મેઘ મહેર થઇ છે. કચ્‍છમાં અડધાથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્‍છમાં અબડાસા, નખત્રાણા, ભચાઉ, ખાવડા બન્ની પંથકમાં એક થી પાંચ ઇચની મેઘ મહેર, થઇ છે. અન્‍યત્ર લખપત, માંડવીમાં દોઢ ઇંચ, મુંદ્રા, ગાંધીધામ, રાપરમાં ઝાપટા વરસ્‍યા છે.

કચ્‍છના અબડાસામા ૪ ઇંચ, માંડવી, અંજાર, ભચાઉમાં અઢી ઇંચ, ગાંધીધામમાં પોણા બે ઇંચ લખપતમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે નખત્રાણામાં અડધો ઇંચ વરસ્‍યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના ઘોઘામાં એક ઇંચ વરસાદ પડયો છે. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્‍ચે માત્ર ઘોઘામાં એક ઇંચ વરસાદ પડયો છે. ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જયારે ભાવનગર શહેરમાં વરસાદના ઝાપટા વરસી ગયા હતાં.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલામાં પોણો ઇંચ તથા પાટડીમાં ઝાપટા પડયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : કાલાવડમાં દોઢ ઇંચ, લાલપુર, જામનગર, જોડીયામાં પોણો ઇંચ તથા જામજોધપુરમાં ઝાપટા પડયા છે.

દેવભૂમિ દ્વારકા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયા દ્વારકામાં ર ઇંચ તથા કલ્‍યાણપુર અને ભાણવડમાં ઝાપટા પડયા છે.

(10:58 AM IST)