<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ભાયાવદરમાં મકાનની લોન ભરવા ૧૯.રપ લાખ રૂા. લઇ દસ્‍તાવેજ ન કરી આપ્‍યો !

મકાન ખરીદનાર મહાવીરસિંહે વેચનાર શબીર પટ્ટા સામે છેતરપીંડીની પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., ૩૧ : ભાયાવદરમાં મકાનની લોન ભરવા ૧૯.રપ લાખ રૂપીયા લઇ મકાન વેચનારે દસ્‍તાવેજ કરી ન આપતા પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાયાવદર દરબારગઢમાં નીચલા ફળીયા સુભાષ રોડ ઉપર રહેતા મહાવીરસિંહ કેશુભા ચુડાસમાએ આરોપી સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપીના નામનું મકાન ખરીદ કરવા સાટાખત કરેલ અને આરોપીએ મકાનની લોન ભરવા માટે ફરીયાદી પાસેથી ૧૯.રપ લાખ રોકડ તથા ચેક મારફતે મેળવ્‍યા બાદ મકાનનો પાકો દસ્‍તાવેજ કરી આપવા બાબતે ખોટા બહાના બતાવી આજ દિન સુધી મકાનનો દસ્‍તાવેજ ન કરી આપી છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે ભાયાવદર પોલીસે આરોપી સબીર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:13 PM IST)