<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ભુજની કે કે પટેલ હોસ્પિટલને સુપર સ્પેશિયલ સેવાઓ માટે રાજ્ય સરકારનો એવોર્ડ

કચ્છી લેઉવા પટેલ એજ્યુ. મેડી. ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ છેવાડાના અંતરિયાળ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી બની છે

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છી  પટેલ એજ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને ચેરિટેબલ હોસ્પિટલ તરીકે ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ મળ્યો હતો.
  કચ્છની પ્રથમ સુપર સ્પેશિયલ  ચેરિટેબલ હોસ્પિટલ કે જેમાં અત્યાધુનિક નિદાન અને સારવાર ઉપકરણો તરીકે ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ મળ્યો. આ એવોર્ડ ગુજરાતના આરોગ્ય મંત્રી  રુષિકેશ પટેલ ના હસ્તે પ્રદાન થયો હતો  આ એવોર્ડ હોકોન કોન્ક્લેવમાં આપવામાં આવ્યો હતો, જેમાં સમકાલીન સ્વાસ્થ્ય વિષયો જેવા કે સસ્ટેનેબલ હોસ્પિટલ, આયુષ્માન ભારત, ઇન્સ્યોરન્સ, નવા હોસ્પિટલ પ્રોજેક્ટ, ભારતની સ્વાસ્થ્ય સેવાઓ વિષે ચર્ચા થઈ. કાર્યક્રમ માં હેલ્થકેર સેવા ના જાણીતા વક્તા તથા લીડર્સ, ભારતની જાણીતી ખાનગી , ચેરીટેબલ , સરકારી , કોર્પોરેટ વગેરે તમામ પ્રકાર ની હોસ્પિટલ ના ના ટ્રસ્ટી, માલિક , અધિકારી તથા ડાયરેક્ટર હાજર રહ્યા હતા અને હેલ્થકેર સેવાઓ ના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં કે.કે. પટેલ હોસ્પિટલ અને એમ.એમ.પી.જે. હોસ્પિટલ તરફ થી  ડૉ. તૃપ્તિ સોન્થાલિયા (સીઓઓ- કે કે પટેલ હોસ્પિટલ ), ડૉ. પ્રદીપ ભીંગરાડિયા ( સીઓઓ- એમ એમ પી જે હોસ્પિટલ ) ડો ચિંતન મહેતા ( ડેપ્યુટી સી ઓ ઓ ), ડૉ. રુગ્વેદ ઠક્કર ( ક્રીટીકલ કેર ફીઝીશ્યન) તથા શૈલેશ પટેલીયા એ બંને હોસ્પિટલ તરફથી ભાગ લીધો હતો.
કે કે પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છેલ્લા સવા બે વર્ષ થી કચ્છ જીલ્લા ની  સુપર સ્પેશ્યાલીટી સ્વાસ્થ્ય સેવાઓ ને ઉત્તમ તથા  ગુણવત્તા યુક્ત બનવવા દાતાઓના સહયોગ  તથા મરેન્ગો સીમ્સ હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ નિરંતર કાર્યરત છે સન્માન બદલ હોસ્પિટલના નામકરણ દાતા કે કે પટેલ એ તમામ તબીબો મેડિકલ પેરામેડીકલ સ્ટાફને બિરદાવ્યા હતા. સંચાલક લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ  અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા , ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા ત્રણેય પાંખો એ સેવાની ભાવના વધુ ચરિતાર્થ કરવા સંકલ્પ દ્રઢ કર્યો હતો.

(9:18 PM IST)