<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

જામનગર આહીર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો કાલે ભવ્ય સત્કાર સમારોહ

સમારોહના અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય હેમંત ખવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : સાંસદ તરીકે ત્રીજી વખત ચૂંટાયેલા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનું જામનગર આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. શનિવારે આહીર કન્યા છાત્રાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા ઉપસ્થિત રહેશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંયુક્ત લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ ત્રીજી વખત તોતિંગ બહુમતીથી વિજયી બન્યા છે. બંને જિલ્લાઓનું ૧૦ વર્ષથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી બન્ને જિલ્લાને વિકાસની હરણફાળમાં મુકનાર એમ.પી. પૂનમબેન માડમ ત્રીજી વખત લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

       ત્યારે ત્રીજી વખત વિજય બની આહીર સમાજને ગૌરવ અપાવવા બદલ જામનગર આહીર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો કાલે તા.૩  ને શનીવારે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  શહેરના કનસુમરા ગામના પાટિયા પાસે સ્વામિનારાયણ નગરમાં આવેલ આહીર કન્યા છાત્રાલય ખાતે સાંજે ૫.૦૦ વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. 

        આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી  મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહેશે. એમ આહીર સમાજ પ્રમુખ દેવશીભાઈ પૉસ્તરીયા અને મંત્રી રણમલભાઈ કાંબરીયાની યાદીમાં જણાવાયું છે.

(9:21 AM IST)