News of Friday, 2nd August 2024
પાડાસણમાં મધરાતે ૧૦ વર્ષની બાળકી સારમતીને સાપે દંશ મારી દેતાં મોત
મુળ એમપીનો પરિવાર ખારચીયાથી ભાઇને મળવા પાડાસણ ગયો ત્યારે બનાવઃ બાળાએ રાજકોટમાં દમ તોડયોઃ ચાર ભાઇની એક જ બહેન હતી

રાજકોટ તા. ૨: ચોમાસાની ઋતુમાં ઝેરી જીવજંતુ કરડવાની ઘટનાઓ વધી જતી હોય છે. દરમિયાન રાજકોટના પાડાસણ ગામે દસ વર્ષની બાળાને સાપે દંશ મારતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ સરધાર નજીકના ખારચીયા ગામે રહેતાં અને ભાગીયુ ખેતર વાવતાં મુળ મધ્યપ્રદેશ જાંબુવાના વતની કાલીયા વસુનીયાની દિકરી સારમતી (ઉ.વ.૧૦) ગઇકાલે માતા પિતા સાથે નજીકના પાડાસણ ગામે કાકા મુકેશભાઇ વસુનીયા જે વાડીમાં રહી મજૂરી કરે છે ત્યાં આટો મારવા ગઇ હતી. પરિવારજનો રાતે ત્યાં જ રોકાઇ ગયા હોઇ સારમતીને રાતે ત્રણેક વાગ્યે પગમાં સાપે દંશ મારી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર સારમતિ ચાર ભાઇની એકની એક મોટી બહેન હતી. લાડકી દિકરીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
